મોરબી જિલ્લામાં બાઇક સ્લીપ થતા યુવક અને શોર્ટ લાગતા આધેડનું મોત

વાધરવા ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થઇ જતા બાઈક સહીત પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા…

વાધરવા ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થઇ જતા બાઈક સહીત પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અણીયારી ચોકડી પાસે મામા લેમિનેટ કારખાનામાં કામ કરતા બબલેશ શિવરત રાવત (ઉ.વ.28) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને બાઈક જીજે 36 એએન 7461 નો ચાલક વિકાસસેન રામજસસેન નાઈ (ઉ.વ.25) વાળા બંને વાધરવા ગામથી ભીમસર ચોકડી તરફ બાઈક લઈને જતા હતા બાઈક વિકાસસેન ચલાવતો હતો અને કોઈ કારણોસર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વિકાસસેને પોતાને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

અન્ય એક બનાવમાં મોરબીના માધાપર શેરી 17 માં રહેતા કાલુભા ગોવિંદભાઈ ગુઢડા (ઉ.53) ગત તા. 24 ના રોજ પોતાના ઘરે ફળિયામાં બાંધેલ ગાયો ને દોવા માટે જતા હોય દરમિયાન ફળિયાની દીવાલમાં લાગેલ ઇલેક્ટ્રિક બોર્ડ અડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને સારવાર માટે 108 મારફત મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *