ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…

ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના દીપક કૈલાસભાઈ મુલેરા (ઉ.24)એ બે દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં બાબરાના મોટા દેવડીયા ગામે રહેતી શ્રધ્ધાબેન ભરતભાઈ સોલંકી નામની 22 વર્ષની યુવતીએ અકળકારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીએ હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *