મનપાની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ
રેલ્વે સ્ટેશન રોડ પર ભૂગર્ભ કામગીરી માટે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે જે ખુલ્લા ખાડામાં બાઈક સહીત યુવાન ખાબક્યો હતો સદનસીબે યુવાનનો બચાવ થયો છે પરંતુ જીવલેણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર કોન્ટ્રાકટર દ્વારા ખોદેલા ખાડામાં બાઈક સહીત યુવાન ખાબક્યો હતો સ્ટેશન રોડ પર રોડના કામ સાથે ગટરનું કામ ચાલી રહ્યું છે અને ખાડો ખોદવામાં આવ્યો છે જેની આજુબાજુમાં કોઈ આડશ કે સિગ્નલ રાખવામાં આવ્યું નથી ત્યારે અહીંથી પસાર થતો યુવાન બાઈક સહીત ખાડામાં પડ્યો હતો સદનસીબે યુવાન બચી ગયો હતો કોઈ ગંભીર ઈજા કે જાનહાની થઇ નથી પરંતુ જીવલેણ અકસ્માત સર્જાય તો કોણ જવાબદારી લેશે ? તેવી ચર્ચા પણ સ્થાનિકોમાં જોવા મળી હતી.
