SMCના અધિકારીનો કોલર પકડી મહિલાએ લાફા માર્યા, દારૂ ઢોળી નાખ્યો!

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવા પહોંચેલી એસએમસીની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવનો…

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવા પહોંચેલી એસએમસીની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલા અને જખઈના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળે છે. વીડિયોમાં મહિલા દેશી દારૂૂની પોટલીઓનો નાશ કરતી અને એક અધિકારીને કોલર પકડી લાફા મારતી વીડીયોમાં જાસેઇ શકાય છે. બીજી તરફ, મહિલા અને તેની સાથેના પુરુષે એસએમસીની ટીમ પર કોઈ પૂછપરછ કર્યા વિના ઘરમાં ઘૂસી આવવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હોવાનુન જાલણવા મળે છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગર એસએમસીની ટીમ મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂૂ અંગેની કાર્યવાહી કરવા એક મહિલા અને લાલજીભાઈ બોઘા નામના વ્યક્તિના ઘરે પહોંચી હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને એસએમસીના અધિકારીઓ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. ઘટનાના વીડિયોમાં એક મહિલા જખઈના અધિકારીનો કોલર પકડી તેમને રૂૂમમાં લઈ જતી અને માર મારતી જોવા મળી રહી છે. આ ઉપરાંત પોલીસ પર ખોટા આરોપ નાખવા એક સખ્સે પોતાના કપડા ફાડી નાખ્યા હતા અને પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા.આ ઘટનાનો સામે આવેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં મહિલા દેશી દારૂૂની પોટલીઓ તોડીને તેનો નાશ કરતી જોવા પણ મળે છે. આ ઉપરાંત, મહિલા એસએમસીના એક અધિકારીને લાફા મારતી હોવાનો દૃશ્ય પણ વીડિયોમાં હોવાનું જણાવાયું છે. જોકે, સમગ્ર ઘટનાની હકીકત અને વીડિયોની વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

બીજી તરફ, વીડિયોમાં દેખાતી મહિલા અને તેની સાથેના પુરુષે આક્ષેપ કર્યો હતો કે એસએમસીની ટીમ કોઈ પૂછપરછ કર્યા વિના તેમના ઘરમાં ઘૂસી આવી હતી. આથી ઘટનાને લઈને બંને પક્ષે અલગ-અલગ દાવા સામે આવ્યા છે. વીડિયોમાં એક અધિકારી ’અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો’ તેમ કહેતા સંભળાય છે. ત્યારબાદ અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનામાં લાલજીભાઈ બોઘાનું નામ સામે આવતાં અગાઉનો એક કથિત ઓડિયો પણ ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ સાથે દારૂૂના હપ્તા મામલે લાલજીભાઈ બોઘાની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. જખઈની ટીમ પર હુમલાની ઘટના બાદ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટનાથી ગુજરાતમાં બુટલેગરોની હિંમત કેટલી વધી છે તેનો અંદાજ લગાવી શકાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *