પરિણીતા માસૂમ પુત્રીને ઘરેથી લઇને નીકળી ગયા બાદ બંન્નેના મૃતદેહ હાથ લાગ્યા; કારણ અકબંધ
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય કારણોસર પોતાની માશુમ પુત્રી સાથે કુવામાં જંપલાવી આપઘાત કર્યો હતો.બનાવને પગલે મોટા દડવામાં શોકની લાગણી ફેલાઇ છે. બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ મોટાદડવા રહેતા અને કડીયાકામ કરી જીવન નિર્વાહ કરી રહેલા અરવિંદભાઈ કાળુભાઇ છાપરાનાં પત્નિ નેહલબેન ઉ.30 તેની પુત્રી દેવાંગી સોમવાર સવારે ઘરેથી ચાલ્યા ગયા હતાં. તેનાં પતિ અરવિંદભાઈ તથા અન્ય સબંધિઓ એ માતા પુત્રીની મોડી રાત સુધી શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી આવ્યાંના હતાં.
દરમિયાન મંગળવાર બપોરે મોટા દડવાનાં રામજી મંદિર નજીક આવેલા કુવામાં માતા પુત્રીનાં મૃતદેહ નજરે પડતા તેમનાં પતિ અરવિંદભાઈને જાણ કરાતા દોડી આવેલા અરવિંદભાઈ એ કુવામાં પત્નિ અને માશુમ પુત્રીનાં મૃતદેહ જોતા હતપ્રત બન્યાં હતાં.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાતા દોડી આવેલી ફાયર ટીમે કુવાનાં પાણીમાંથી માતા તથા પુત્રીનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા.બાદમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યા હતાં.
બનાવને પગલે જશદણનાં એએસપી તથા આટકોટ પોલીસ મોટા દડવા દોડી આવી તપાસ હાથ ધરી હતી. અરવિંદભાઈનાં માતાપિતાનું અવસાન થતા તે પત્નિ નેહલબેન તથા પુત્રીનાં પરીવાર સાથે રહેતા હતા.સંતાનમાં ચાર વર્ષની પુત્રી દેવાંગી એક માત્ર હતી.નેહલબેનનું માવતર ગોંડલનું ખાંડાધાર છે. પત્નિ અને પુત્રીની અકળ વિદાય થી અરવિંદભાઈ એકલા પડી ગયા છે. કયા કારણોસર માતા એ પુત્રી સાથે આત્મઘાતી પગલું ભર્યુ તે વિગતો જાણવાં પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે.
