ચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યો

સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ…

સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ દારૂના નશામાં અહીં કેમ ઉભો છો તેમ કહી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારવાડમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો પ્રેમ વિનોદભાઇ કંડેવાલ નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ચુનારવાડ વિસ્તારમાં હતો ત્યારે વિજય અને તેના બે પુત્રોએ દારૂના નશામાં અહીં કેમ ઉભો છો. તેમ કહી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમાલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલ રોડ પર રહેતા સુરવિરસિંહ કિશોરસિંહ મકવાણા નામનો 25 વર્ષનો યુવાન અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ ચોક પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *