પડધરીમાં બાયોડીઝલ ભરેલા ટ્રકમાં પંચર પડતાં કાબુ ગુમાવ્યો, પલ્ટી જતાં દુર્ઘટના ટળી

અકસ્માતને કારણે બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી, ગેરકાયદે જથ્થો હોવાની શંકા રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક મોટા રામપર ગામ પાસે જ્વલનશીલ ભરેલા એક…

અકસ્માતને કારણે બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી, ગેરકાયદે જથ્થો હોવાની શંકા

રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક મોટા રામપર ગામ પાસે જ્વલનશીલ ભરેલા એક ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટથી જામનગર તરફ જઈ રહેલા આ ટ્રકનું ટાયર પંચર થતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર પલટી ગયો હતો.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પડધરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરાતા તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા.પડધરીના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર (ઙઈં) પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

તેમણે ટ્રકને હાઈવે પરથી હટાવવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂૂરી તકેદારીના પગલાં લીધા હતા.આ અકસ્માતને કારણે હાઈવે પર બંને તરફ લગભગ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, ટ્રકમાં ગેરકાયદે વેચાણ થતું બાયોડીઝલ હતું. જો કે પોલીસે વધુ તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *