ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યું

શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી…

શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ ઉપર આવેલ કોર્નાક એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઈ હિંમતભાઈ થડેશ્વર નામનો 39 વર્ષનો યુવાન સાડા આઠેક વાગ્યાના અરસામાં ભુપેન્દ્ર રોડ પર બાલાજી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની દુકાને હતો.

ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. એ ડિવિઝન પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકની પૂછપરછ કરી ઝેરી દવા પીવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *