મહિયારી ગામે ભાજપની સભામાં મધમાખીના ઝુંડે આતંક મચાવ્યો

કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા પૂર્વે જ સભા સ્થાન નજીક ઝાડમાં બેઠેલા ઝેરી…

કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા પૂર્વે જ સભા સ્થાન નજીક ઝાડમાં બેઠેલા ઝેરી મધમાખીના ઝુંડ ઉડયું હતું અને સભામાં આવેલ 5 થી 6 સભ્યોને ડંખ માર્યો હતો.

આ ઘટનાને લઈને આ પંથકમાં ભારે ચર્ચા જાગી હતી.જોકે આ મધમાખીના ઝુંડને દૂર કરવા સ્થાનિકો દ્વારા અગાઉ રજુઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે.ત્યારે પોરબંદર શહેર અને જિલ્લામાં પણ આ ચૂંટણીને લઈને સભા સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકના મહિયારી ગામના ચોકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ સભામાં આગેવાનો પહોંચે તે પૂર્વે જ સભા સ્થળ નજીક આવેલ એક લીમડાના ઝાડ પર બેઠેલા ઝેરી મધમાખીના ઝુડે આતંક મચાવ્યો હતો.

સભામાં ઝેરી મધમાખીનું ઝુંડ અહીં આવેલ 5 થી 6 સ્થાનિકોને ડંખ મારતા તાબળતોબ સ્થળ પર જ ડોકટરોની ટીમ બોલાવવાની ફરજ પડી હતી તો આ મધમાખીના ઝુંડના આતંકને લઈને સભા વિખેરાઈ ગઈ હોવાની ચર્ચા જાગી હતી.જોકે આ બાબતે અમુક કાર્યકરો દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો જે વીડિયો પણ સ્થાનિક આગેવાનોએ ડીલીટ કરાવ્યા હોવાની ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *