ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક

ગરીબ પરિવાર પર આભ ફાટ્યું: સદનસીબે મોટી જાનહાની ટળી ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે…

ગરીબ પરિવાર પર આભ ફાટ્યું: સદનસીબે મોટી જાનહાની ટળી

ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને રાખ થતા ભારે નુકસાનને લઈને ગરીબ પરિવારમાં આભ ફાટી પડ્યું છે.

શહેરના ધોરાજી રોડ પર સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં રહેતા મહેબુબશા છોટુશા શેખ નામના વ્યક્તિના મકાનમાં ઉપરના માળે આવેલ રૂૂમમાં ગત મોડી રાત્રે અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા પરિવારજનો દોડીને બહાર નીકળી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ હોય. ઉપલેટા ફાયર બ્રિગેડને જાણ કરાતા ઉપલેટા ફાયર બ્રિગેડ તથા ધોરાજી ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ બંને ફાયર બ્રિગેડ આગ બુઝાવે તે પહેલા તમામ ઘરવખરી સર સામાન બળીને રાખ થઈ ગયો હતો.

આ ગરીબ પરિવાર મકાનના લોનના હપ્તા ભરતા હોય તેમજ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું તથા પરિવારના મહેબૂબશાનો ભાઈ માનસિક અસ્થિર હોવાનું પણ સામે આવ્યું છે. સિલ્વર સોસાયટીમાં રહેતા તથા આસપાસના લોકો બેવડી ઋતુમાં ઠંડીના કારણે ઘરમાં સૂઈ રહ્યા હોય તે દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી જેમાં આસપાસના મકાનોમાં પણ આગ લાગવાને કારણે દિવાલોમાં તીરાડો પડી જવા પામી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *