ગુજરાત ભાજપના અધ્યક્ષપદે ઓબીસી નેતા જગદીશ વિશ્ર્વકર્માની નિમણૂંક કરવામાં આવતાં ગુજરાતના ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સુકાન ઓબીસી નેતાઓના હાથમાં આવ્યું છે.
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને ‘આપ’ના પ્રમુખપદે ઈસુદાન ગઢવી જવાબદારી સંભાળી રહ્યાં છે. આ બન્ને નેતાઓ ઓબીસી સમાજમાંથી આવે છે. ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા પણ ઓબીસી સમાજમાંથી આવે છે. યોગાનું યોગ ગુજરાતની ત્રણેય પાર્ટીના મુખિયા ઓબીસી સમાજના છે. આ બાબત પરથી ગુજરાતની ઓબીસી વોટબેંકની તાકાતનો પરચો બતાવે છે.
રાજ્યમાં પાલિકા-મહાપાલિકાઓ સહિતની આગામી ચૂંટણીઓમાં તમામ પાર્ટીઓની નજર ઓબીસી મતદારો ઉપર ઠરી હોવાનું જણાય છે. રાજકીય વિશ્ર્લેષકો મુજબ, આ નિમણૂકો નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાતી લોકલ બોડી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં ઘઇઈ મતો નિર્ણાયક બનશે. આ પગલાંથી ત્રણેય પક્ષો વચ્ચે તીખી ટક્કર અપેક્ષિત છે, જે રાજ્યના રાજકારણને નવી દિશા આપી શકે છે.
