મહાનુભાવોઓએ કંપનીની ટેકનોલોજી અને વિઝનને બિરદાવી
એક્યુલોન એક્સેસ લી. અઈં, સેમિક્ધડક્ટર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચર ક્ષેત્રે નવી દિશા આપતી અગ્રણી ટેકનોલોજી કંપની તરીકે ઉભરી રહી છે. ટેકનોલોજી આધારિત નવીન ઉકેલો, ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સરકાર સાથેની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા કંપની ભારતના ડિજિટલ તથા ઔદ્યોગિક ભવિષ્યને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કંપની દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિક્ધડક્ટર ડિઝાઇન, સ્માર્ટ ફાર્મિંગ તથા ગ્રીન ડેટા સેન્ટર ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી આધારિત બહુઆયામી સોલ્યુશન્સ રજૂ કરવામાં આવ્યા છે. Aqylon Nexus Limited નું મુખ્ય લક્ષ્ય ભારતને વૈશ્વિક AI અને હાઇ-ટેક ઇનોવેશન હબ તરીકે વિકસાવવાનું છે.NexusEdge AI SoC અને સ્માર્ટ ફાર્મ સેન્સિંગ પ્લેટફોર્મ હવામાન-સ્માર્ટ ખેતી તરફ મોટું પગલું Aqylon Nexus Limitedનું NexusEdge AI SoC અને Smart Farm Sensing Platform ખાસ કરીને હવામાન-સ્માર્ટ ખેતી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ એજ AI આધારિત કમ્પ્યુટિંગ સાથે સંપૂર્ણ સ્ટેક એગ્રી સેન્સર નેટવર્ક પૂરું પાડે છે.
જે ખેડૂતોને ચોક્કસ, સમયસર અને વૈજ્ઞાનિક નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. આ સમિટનું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું.નનસ્ટોલના ઉદ્ઘાટનના પ્રથમ દિવસેનરાજ્યના મંત્રી પી.સી. બરંડા, રાજ્યના નાણા વિભાગના સચિવ હસમુખભાઈ અઢિયા, પૂર્વ આરોગ્ય કમિશનર જયંતિ રવિ, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જીતુભાઈ મહેતા, સહિત અનેક અગ્રણીઓએ મુલાકાત લઈ કંપનીની ટેકનોલોજી અને વિઝનને બિરદાવ્યા હતા. દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન AI , સેમિક્ધડક્ટર, સ્માર્ટ ખેતી અને ગ્રીન ડેટા સેન્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં Aqylon Nexus Limited નું કાર્ય ‘આત્મનિર્ભર ભારત’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
