ડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહ

દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અહંકારના કારણે લાઠીચાર્જ, કોંગ્રેસના શાસનમાં નજીવી રકમમાં ડોકટર બની શકાતું દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા…

દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અહંકારના કારણે લાઠીચાર્જ, કોંગ્રેસના શાસનમાં નજીવી રકમમાં ડોકટર બની શકાતું

દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, NEET પરીક્ષા આપનાર દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેને શ્રધ્ધા સુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિશ્વાર્થ પણે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકાર મળેલા જે અધિકાર બંધારણનો આત્મા છે ભાજપ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધરણા અને રેલી દેખાવ અને અવાજ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે. ક્યારેય ન બની એવી ઘટના વારંવાર બને છે. કોંગ્રેસ કે અન્ય સરકારના શાસનમાં ગુજરાતના સચિવાલય નજીક ચ-5 રોડ પર સરકાર વિરુધ્ધ જેને આંદોલન કરવું તેને ધરણા માટે જગ્યા આપવામાં આવતી હતી તેમાં પણ છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી આપતી હતી.

આજે ધરણા માટે પોલીસ પરવાનગી માંગે છે. દિલ્લીમાં શાંતિપૂર્ણ રેલી નીકળી કોઈ પાસે હથિયાર ન હતા માત્ર અહંકારના કારણે લાઠીચાર્જ કરવામાં આવ્યા. 12 વર્ષની દીકરી પર લાઠીઓ મારી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ છે. ભાજપની બર્બરતા કારણે યુવાનો ભોગ બની રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જંતર મંતર ધરણા માટે વર્ષોથી આપવામાં આવ્યું છે હવે પોલીસ ખાલી કરો ખાલી કરોના સ્પીકર પર નારા લગાવે છે.

સરકાર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ સભા મોકૂફ વગર. કોંગ્રેસ સમયમાં સભા મોકૂફ રાખીને ચર્ચા કરતી હતી. વિસ્તૃત ચર્ચા થાય એ જરૂૂરી છે. NEET પેપર લીક કારણે 21 વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. ભાજપ નેતાઓને કહેવા માંગુ છું કોંગ્રેસના શાસનમાં તમાંરા સબંધી કેટલા રૂૂપિયામાં ડોક્ટર થયા હતા.? નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડોક્ટર થવાતું હતું. ઉત્તમ શિક્ષણ કોંગ્રેસ સરકારમાં મળતું આજે આ શિક્ષણ વ્યાપાર બની ગયું છે. સરકારી શાળા કોલેજ બંધ થઇ રહી છે. ઘરબાર ગીરવે મૂકી ભણાવવાની નોબત દેશના નાગરિકોને પડે છે.

ગરીબ પરિવારનો દીકરો વધારે તેજસ્વી પણ હોઈ શકે એવા બાળકોને અન્યાય થાય છે ત્યારે પૈસાના જોરે પેપર લીક કરાવી ડોક્ટર બનશે એ ડોક્ટર આવતા દિવસોમાં લોકોના આરોગ્ય જીવન સાથે ચેડાં કરશે. 22 લાખ વિદ્યાર્થીએ ગઊઊઝની પરીક્ષા આપી તેનો ખર્ચ કેન્દ્ર સરકારના શિક્ષણ બજેટ કરતા પણ વધુ થાય છે. રાહુલ ગાંધીજીએ છાત્રો કી ગુંજ નામે મુદ્દો ઉઠાવ્યો અને આ માહિતી આધારે ફરી પરીક્ષા લેવામાં આવી. આના કારણે વિદ્યાર્થીઓ સાયકોલોજીકલ ડિસ્ટર્બ થયા. વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે એ માટે આ કાર્યક્રમ શરૂૂ કરવામાં આવ્યો છે.

આજે આખા દેશમાં મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી એમની સમસ્યા અમે જાણીશું અને આગળ અવાજ પણ ઉઠાવીશું. કોક્રોચ જનતા પાર્ટી વિશે જણાવ્યું કે, સરકાર અહંકારી બને ત્યારે લોકોમાં આક્રોશ જરૂૂર હોય છે. અનેક સમસ્યાથી દેશ ઘેરાયેલો છે. સોનમ વાંગચૂકએ જીવન જોખમે ઉપવાસ કર્યા. દેશના યુવાનો ભવિષ્ય માટે એમને સરકારની વિરુધ્ધ આક્રોશ વ્યક્ત કર્યો માટે અમારી ફરજ છે કે અમારે તેમને સમર્થન આપવું જ પડે. હજુ પણ આગળ સામ દામ દંડ ભેદ થી ઘણું બધું થશે એક બીજાને બજાવવા ડરાવવા કામ પણ થશે. આજના સમયમાં 21 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તો શિક્ષણ મંત્રી રાજીનામુ ન આપી શકે.? ચોરી ઉપર સિન્હા ચોરી આ ભાજપની સરકાર કરી રહી છે. ડરી ગયેલી ભાજપ સતાની ખુરશી જશે એના કારણે વિરોધ કરનારાને જેલમાં ધકેલી રહી છે. જેલમાં ભલે ધકેલી દે પણ એનાથી એની સતા બચવાની નથી.

કોંગ્રેસના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં જંતર મંતરનું આંદોલન છવાયું
રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં “છાત્રો કી ગુંજ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશભરના વિદ્યાર્થીઓના પ્રશ્નો, ખાસ કરીને NEET પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં વ્યાપેલી ચિંતા, અન્યાય અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માંગ અંગે ખુલ્લો સંવાદ કરવાનો હતો.
તાજેતરમાં NEET પેપર લીક મામલાને લઈને દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર ખાતે એકત્રિત થયા હતા. વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેઓએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી નક્કી કરવાની માંગ તથા લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તન અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જવફસશિંતશક્ષવ ૠજ્ઞવશહ એ જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓ માત્ર પોતાના ભવિષ્ય માટે ન્યાય અને પારદર્શિતા માંગે છે. વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો અને તેમની વાજબી માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવો એ દરેક લોકશાહી સરકારની જવાબદારી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને જવાબદાર હોવી જોઈએ.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા આગેવાનો, શિક્ષણપ્રેમીઓ અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો, પ્રશ્નો અને સૂચનો ખુલ્લા મનથી રજૂ કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ હતો કે દેશના દરેક વિદ્યાર્થીને નિષ્પક્ષ પરીક્ષા, સમાન તક અને ન્યાય મળવો જોઈએ અને તેમના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય ન હોવું જોઈએ.

ભૂલમાંથી બોધપાઠ ન લીધો
સરકારમાં બેઠા હોય તો ભૂલ પણ થઇ શકે. ભૂલમાંથી બોધ પાઠ લેવો જોઈએ. 2024માં NEET નું પ્રથમ પેપર લીક થયું એની શરૂૂઆત ગુજરાતમાંથી થઇ પણ સરકારે એન સામે કોઈ કડક કાર્યવાહી ન કરી કારણ કે એ ભાજપના સમર્થકો હતા ભાજપને ફંડ આપતા હતા. 2024માં મેં રજુઆત કરી એમાં બોધપાઠ લીધો હોત તો 2026માં પેપર લીક થયું ન હોત. NEET નું પ્રથમ પેપર લીક ગુજરાતમાં થયું આ વખતે OMR શીટમાં આવડે એટલું ટીક કરો બાકીનું છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે પછી આગળ સેટિંગના પેપર કાઢી 710માંથી 710 મળે એ માટેનું આખું આયોજન કરવામાં આવ્યું હતું. NEET પેપર લીક કેસમાં જેલમાં બંધ છે એ ભાજપનો આગેવાન છે આ બધી વાત મેં 2024માં પાર્લામેન્ટની અંદર કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *