સાંસદ રામભાઇ મોકરિયાની ઝપટે ચડ્યો તોડબાજ અધિકારી

તોલમાપ વિભાગના અધિકારીએ 25 હજારનો તોડ કર્યાબાદ રકમ પરત આપવી પડી સરકારી બાબુઓ ખોટી રીતે કાર્યવાહી કરે તો સંપર્ક કરવા સાંસદની અપીલ ગુજરાતમાં બાબુશાહી અને…

તોલમાપ વિભાગના અધિકારીએ 25 હજારનો તોડ કર્યાબાદ રકમ પરત આપવી પડી

સરકારી બાબુઓ ખોટી રીતે કાર્યવાહી કરે તો સંપર્ક કરવા સાંસદની અપીલ

ગુજરાતમાં બાબુશાહી અને ભ્રષ્ટાચારે માઝા મુકી છે. સતાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો-સાંસદો અને નેતાઓ અવાજ ઉઠાવે છે. છતા ભ્રષ્ટાચારી ભોરીંગોની શાન ઠેકાણે આવતી નથી કે, રાજ્ય સરકાર કડક પગલા ભરતી નથી.

રાજકોટમાં પણ એક કારખાનેદાર પાસેથી રૂા.25 હજારનો તોડ કરનાર તોલમાપ વિભાગના અધિકારી રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાની ઝપટે ચડી જતા આ અધિકારીએ રકમ પરત આપવી પડી હતી.
સાંસદ રામભાઇ મોકરીયાએ અધિકારીના આ ઉઘરાણા અંગે પ્રેસનોટ પણ મોકલી છે. જો કે, તેમા લાંચ આપનાર કે, લાંચ લેનારના નામ આપ્યા નથી અને જાહેર જનતાને અપીલ કરી કોઇપણ સરકારી અધિકારીઓ દ્વારા નિયમ વિરૂદ્ધ ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવે કે, રકમની માંગણી કરવામાં આવે તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

રાજકોટ નજીક આવેલા એક એકમમાં સરકારી અધિકારી દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂા.25,000 નો તોડ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને થતાં તેમણે ગણતરીની મિનિટોમાં જ અધિકારીનો ઉધડો લીધો અને તોડની રકમ એકમના માલિકને પરત અપાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી કચેરીના એક અધિકારીએ રાજકોટના ભાગોળે આવેલા એક એકમમાં ચેકિંગના બહાને દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન, કથિત ગેરરીતિના નામે સેટલમેન્ટ કરીને અમુક રકમ દંડ તરીકે વસૂલવામાં આવી હતી, જેની પહોંચ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સેટલમેન્ટના ભાગરૂૂપે અધિકારીએ રૂા.25,000નો તોડ પણ કર્યો હતો. આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક સાંસદ રામભાઈ મોકરીયાનો સંપર્ક કર્યો હતો. મોકરીયાએ આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક લાંચ લેનાર અધિકારીનો સંપર્ક કર્યો અને તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. સાંસદના સક્રિય હસ્તક્ષેપને કારણે, ગણતરીની મિનિટોમાં જ લાંચની રકમ રૂા.25,000 એકમના માલિકને પરત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *