રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીશ્રીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલ. આ મિટીંગમાં તમામ નાયબ કમિશનરશ્રી, સીટી એન્જીનીયરશ્રીઓ, તથા લગત અધિકારીશ્રીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાને માન.મેયરશ્રી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ બેઠકમાં ડે.મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઇ રાડીયા હાજર રહેલ. તેમજ નાયબ કમિશનર, ચીફ એકાઉન્ટન્ટ, મ્યુનિ.સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, પી.એસ. ટુ ચેરમેન, તથા સંલગ્ન વિભાગના શાખા અધિકારીઓ ટી.પી.ઓ., સીટી એન્જીનીયરઓ, આરોગ્ય અધિકારી, પર્યાવરણ ઇજનેર, લગત મેનેજરઓ, એ.ટી.પી.ઓ, ડેપ્યુટી એન્જીનીયરઓ સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલિકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજુ કરેલ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
