બોટાદના સરવા ગામે રહેતા પ્રૌઢા વાડી વિસ્તારમા હતા ત્યારે હડકાયા ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાએ બુમાબુમ કરતા ધસી આવેલા શ્રમીકોએ હડકાયા ભુંડને મારી નાખ્યુ હતુ. હડકાયા ભુંડે આગલા દિવસે અન્ય બે વ્યકિતને પણ લોહીલુહાણ કર્યા હતા.
આ બનાવે અંગે પોલીસમાથી મળતી વિગતો મુજબ બોટાદના સરવા ગામે રહેતા મુળીબેન કાનાભાઇ વાઘેલા નામના 48 વર્ષના પ્રૌઢા સરવા ગામની સીમમા હતા ત્યારે ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાને લોહીલુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે પાળીયાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. પ્રાથમીક પુછપરછમા પ્રૌઢા પર હુમલો કરી બચકા ભરનાર ભુંડ હડકાયુ હતુ અને આગલા દિવસે જ અન્ય બે વ્યકિત પર હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. મુળીબેન વાઘેલા પર હુમલો કરી બચકા ભરતા મુળીબેને રાડારાડી કરતા આસપાસ કામ કરતા શ્રમીકો દોડી આવ્યા હતા અને શ્રમીકોએ ભુંડને માર મારી મોતને ઘાટ ઉતાર્યુ હતુ. હડકાયા ભુંડના મોતથી ગામ લોકોએ હાસકારો અનુભવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.