પોમોસ પીઝામાંથી વાસી નૂડલ્સ-પાસ્તાનો જથ્થો પકડાયો

ફૂડ વિભાગે ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ચકાસણી કરી હાઈજેનિક બાબતે નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પોમોસ પીઝા (એસ.એન.…

ફૂડ વિભાગે ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ચકાસણી કરી હાઈજેનિક બાબતે નોટિસ ફટકારી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પોમોસ પીઝા (એસ.એન. ફૂડ્સ)” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, નુડલ્સ, પાસ્તા તથા સોસનો કુલ મળી અંદાજીત 14 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તેમજ અન્ય 20 સ્થળે ચકાસણી કરી ચાર સ્થળેથી ચીકીના સેમ્પલ લીધા હતાં.

ચેકિંગ દરમિયાન વાગડ ચોકડી, મવડી-પાળ રોડ, રાજકોટ મુકામે આવેલ “રજની ઢોસા” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન તથા ભાજીનો કુલ અંદાજીત 07 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ “મીત રેસ્ટોરેન્ટ” તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

મનપા દ્વારા આજે 20 સ્થળે ચકાસણી હાથ ધરેલ જેમાં (01)ગંગોત્રી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રવિ રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સંતોષ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ચામુંડા સેન્ડવિચ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સુપર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ખત્રી ઘૂઘરાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (08)બાલાજી ફાસ્ટફુડ (09)બાલાજી દાળપકવાન (10) બજરંગ વડાપાઉં (11) શ્રીનાથજી દાલબાટી (12)બંસી પૂરીશાક (13)શ્રીરામ વડાપાઉં (14)અતુલ બેકરી (15) હીર એન્ટરપ્રાઇઝ (16) હરિકૃષ્ણ દાળપકવાન (17)ગોપાલ ઘૂઘરા (18)શિવ મદ્રાસ કાફે (19)રવિ રાંદલ દાળપકવાન (20)રેવદી મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવેલ હતી.

 

ચાર સ્થળેથી શંકાસ્પદ ચીકીના સેમ્પલ લેવાયા
મહાનરગપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે શીંગ ગોળ ચીકી (લુઝ): સ્થળ- મોહિની સિઝન સ્ટોર્સ, સરદારનગર શેરી નં.1, શિવમ, તલ ગોળની ચીકી (લુઝ): સ્થળ- મોહિની સિઝન સ્ટોર્સ, સરદારનગર શેરી નં.1, શિવમ, દાળિયા ગોળની ચીકી (લુઝ): સ્થળ- ચાંદની સીઝન્સ, સિટી શોપ, જાગનાથ પ્લોટ, ાળા તલ ગોળની ચીકી (લુઝ): સ્થળ- ચાંદની સીઝન્સ, સિટી શોપ, જાગનાથ પ્લોટમાંથી નમુના લઈ પૃથકરણ અર્થે મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *