ગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

  ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામ નજીક એક એસટી બસના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બસ કંડકટરના કબ્જામાં આવતા લગેજ બોક્સમાથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા…

 

ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામ નજીક એક એસટી બસના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બસ કંડકટરના કબ્જામાં આવતા લગેજ બોક્સમાથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાવરકુંડલા ડેપોની મંડોરસાવરકુંડલા રૂૂટની એસ.ટી. બસ નં.GJ-18-ZT-730 નું રૂૂટિન ચેકીંગ કરવામાં આવતા કુલ 44 મુસાફરોની હાજરીમાં લગેજ બોક્ષમાંથી વિસ્કી અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ વધારે તપાસ કરતા વિદેશી દારૂૂની 45 બોટલ તેમજ 24 ટીન બિયરના મળી આવ્યા હતા.

આ મુદ્દે અમરેલી ડિવિઝનના ટ્રાફિક ઈન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ હરિભાઈ હીંગુએ ફરજ ઉપરના કંડક્ટર જગદીશભાઈ મધુકાંતભાઈ ભરાડ વિરુદ્ધ ઢસા પોલીસમા ફરીયાદ નોંધાવતા ઢસા પોલીસે 45 બોટલ દારૂૂ અને 24 ટીન બિયરના મળી કુલ રૂૂપિયા 69,588નો મુદ્દામાલ કબ્જે કરી કંડક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 10 વર્ષથી ફરજ બજાવતો હતો, ખઙથી દારૂૂ ભર્યો જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ આશરે દસેક વર્ષોથી એસટી કંડકટર તરીકે ફરજ બજાવતા આરોપીએ મધ્યપ્રદેશની બોર્ડર નજીક આવતા મંડોર ગામના રૂૂટ ઉપર મળેલી કંડકટર ડ્યુટીનો ગેરફાયદો ઉઠાવી એમ.પી. વિસ્તારમાંથી દારૂૂનો જથ્થો મેળવ્યો હોવાની શક્યતા જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *