હળવદમાંથી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો

હળવદ પંથકમાં પોલીસે રેડ કરી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો જે ખાતરનો જથ્થો જપ્ત કરી તપાસ ચલાવતા ખાતરનો જથ્થો સરકારની સબસીડી વાળો હોવાનું ખુલતા…

હળવદ પંથકમાં પોલીસે રેડ કરી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો જે ખાતરનો જથ્થો જપ્ત કરી તપાસ ચલાવતા ખાતરનો જથ્થો સરકારની સબસીડી વાળો હોવાનું ખુલતા પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છેમોરબી નાયબ ખેતી નિયામક (વિ) તરીકે ફરજ બજાવતા તરંગ અશોકભાઈ ફળદુએ આરોપીઓ અજયકુમાર ભુપેન્દ્રભાઈ રાવલ, રહે હળવદ, કવરારામ ડાઉરામ જાટ રહે બાડમેર રાજસ્થાન, કારૂૂભાઇ ખોડુભાઈ મુધવા રહે હળવદ, ચેતન દીલુભાઈ રાઠોડ રહે માલણીયાદ તા. હળવદ અને જયદીપ હરજીવન તારબુંદીયા રહે ધનાળા તા. હળવદ એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 07-12 ના રોજ નાયબ ખેતી નિયામક મોરબીને હળવદ પીએસઆઈ દ્વારા શંકાસ્પદ યુરીયા ખાતરના જથ્થા અંગે કાર્યવાહી કરવા અને સેમ્પલીંગ કરવા ટેલીફોનીક જાણ ક્ર્વામ્જા આવી હતી જેથી ખેતી અધિકારીની ટીમ રવાના કરી હતી અને હળવદ મોરબી ચોકડી પાસે કચ્છ ફ્રુટ માર્કેટ સામે અક્ષર એગ્રીકલ્ચર વર્કસ લખેલ ગોડાઉનમાં પોલીસ અધિકારીઓ હાજર હતા

જ્યાં સ્થળ પરથી સરકારની સબસીડી વાળા ખેડૂતોના ખેતી ઉપયોગ માટે વપરાતા રાસાયણિક ખાતરની કુલ બેગ નંગ 1437 કીમત રૂૂ 5,13,249 નો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થો આરોપી અજય રાવલ, કવરારામ જાટ અને કારૂૂભાઇ મુધવાએ ગેરકાયદેસર રીતે સંગ્રહ/ વેચાણ કરી ભેળસેળ વાળું ખાત્રનીથેલીઓ ભરી અને ખેતી વપરાશ માટેનું રાસાયણિક ખાતર બિન ખેતી માટે સંગ્રહ અને વેચાણ કરી તેમજ ટ્રકમાં રાસાયણિક ખાત્રની માર્કા વગરની સફેદ રંગની કુલ 700 બેગ ભરી અને ખારનો જથ્થો સરકારની સબસીડી વાળા ખેડૂતોના ખેતીના ઉપયોગ માટે આપેલ હોવા છતાં આરોપીઓએ ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરી કુલ રૂૂ 5,13,249 ની વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *