ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…

ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે કણબીવાડ, નાની સડક, માવજીભાઈની ઘંટી પાસે રહેતા રાકેશ ઉર્ફે રોકેટ પરષોત્તમભાઈ બાંભણીયા ઉ.વ.50 વાળો પોતાની જૂનાબંદર રોડ પર, ખોડિયાર ટ્રાન્સપોર્ટ પાસે આવેલી સીતારામ ગ્લાસ નામની દુકાનમાં બહારથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો લાવી અને રાખી વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે પોલીસે રાખીને રેડ કરતા દુકાનમાં રાખેલ કોથળાઓમાં સંતાડીને રાખેલ બીયરના 129 ટીન કી.રૂૂ.18.900નો મુદ્દામાલ મળી આવતા બીયરના જથ્થા સાથે રાકેશ ઉર્ફે રોકેટની અટકાયત કરી હતી. રોકેટે પૂછપરછ દરમિયાન આ જથ્થો તેને ભરતભાઈ ઝાલા આપી ગયા હોવાનું જણાવતા પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *