ભારત બાર જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના પવિત્ર ત્રિવેણી સંગમ નદી સાનિધ્યે આવેલ ચંદ્રભાગા મહાશક્તિ પીઠ મહાકાળી મંદિર ખાતે તારીખ 19ના સંતોનું આગમન થયેલ અને તા 20 ફેબ્રુઆરીના રોજ જુનાગઢ ભવનાથ શિવરાત્રી મેળામાં આવેલા સાધુ સંતો અને વિવિધ અખાડાઓનું ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે ભંડારો યોજાયો.
આ અંગે માહિતી આપતા ચંદ્રભાગા મહાકાલી મા શક્તિપીઠના મહંત હરિ નારાયણ ગિરિજીએ જણાવ્યું કે પ્રાચીન વર્ષોથી ભવનાથ શિવરાત્રી મેળો પૂર્ણ થતા સાધુ સંતો સોમનાથ અહીં આવે છે જે વર્ષો જૂની પરંપરા છે વિશાળ પાયા ઉપર અહીં યોજાતા આ ધર્મ કાર્યમાં સૌનો સહયોગ મળતો રહે છે આ મંદિરનો કોઈ સેવક જ નથી માટે મંદીર અંગેની બાબતમાં સીધો જ મંહતનો સંપર્ક કરવો અને અહીં થતા કાર્યમાં સર્વનો સહયોગ છે અને શ્રેય છે.
સોમનાથ આવતાં પહેલાં સંતો સતાધાર બીલખા તીર્થ દર્શન અને પરંપરા પૂજન કરશે અને 19 ફેબ્રુઆરી સાંજ સુધી માં આ પાવનકારી ધામ ખાતે પહોંચધ અંદાજે 2000 થી 2500 જેટલા સંતો સોમનાથ પધરામણી કરેલ આવનારા સંતો મહંતો માં શ્રી પંચ દશનામ જુના અખાડા. આવાહન અખાડા. અગ્નિ અખાડા. સહિત અન્ય અખાડાઓનો સમાવેશ થાય છે. 20 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા બાદ સૌ સાધુ સંતોની સમૂહ ભોજન પ્રસાદી યોજાયલ જેમાં ભોજન પ્રસાદી ભેટ પૂજા ઉપરાંત પરંપરાગત પ્રણાલીઓ પાળવામાં આવે છે ભોજન પ્રસાદી પૂર્ણ થતા જુનાગઢ શિવરાત્રી મેળા સમાપનના ભાગરૂૂપે અહીંથી સૌ સાધુ સંતો પોત પોતાના સ્થાનકોએ પ્રસ્થાન કરેલ આમ જુનાગઢ શિવરાત્રીનું સોમનાથ ખાતે સમાપન થાય છે પ્રભાસતીર્થ ચંદ્રભાગા મહાશક્તિ મા આ સંત મીલન મા વેરાવળ પ્રભાસપાટણ અને આજુબાજુ ના વિસ્તાર ના લોકો સેવા મા મોટી સંખ્યામાં જાડાયા હતા અને દેશભરના સાધુ સંતો ના દર્શન નો લાભ લીધેલ હતો.
