ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના…

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયા છે. ઉત્તર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમથી આ વરસાદ આવશે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. ખાસ કરીને 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે.

10 અને 11 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ તેમજ ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ અપાયુ છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે. 14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *