પાટીદાર રેસીડેન્સીમાં પતિના મૃત્યુના એક મહિના બાદ વિરહમાં પત્નીનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય કૃતિબેન લાલજીભાઈ રંગાણીએ પોતાના પતિના…

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય કૃતિબેન લાલજીભાઈ રંગાણીએ પોતાના પતિના વિરહમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કૃતિબેન અભ્યાસમાં તેજસ્વી હતા અને તેમણે આઈટી સોફ્ટવેરનો અભ્યાસ કર્યો હતો, જેના પગલે તેઓ વ્યવસાયે એક કુશળ વેબ ડેવલોપર તરીકે કાર્યરત હતા. તેમના પિતા લાલજીભાઈ યુનિવર્સિટી રોડ પર ઠંડા પીણાંનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એક ભાઈની એકમાત્ર બહેન એવી કૃતિબેનના લગ્ન માત્ર ત્રણ મહિના પૂર્વે જ થયા હતા.

ઘટનાક્રમ પર નજર કરીએ તો, આ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગત 20 એપ્રિલના રોજ કૃતિબેનના પતિએ આર્થિક ભીંસ અને અન્ય કારણોસર આપઘાત કરી લેતા કૃતિબેન આઘાતમાં સરી પડ્યા હતા. પતિના મૃત્યુનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા અને સતત વિરહમાં જીવી રહ્યા હતા. પતિના અવસાનના બરાબર એક મહિના બાદ, એટલે કે 20 મેના રોજ, ગત દિવસે કૃતિબેને પણ માનસિક આઘાત અને પતિના વિરહમાં અંતિમ પગલું ભરી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે યુનિવર્સિટી રોડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂૂ કરવામાં આવી છે અને આ દુ:ખદ ઘટના પાછળના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *