મોરબીમાંથી 2.88 કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો

પોલીસે રૂા.33850નો મુદ્દામાલ કબજે કર્યો મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 2.885 કિ.ગ્રામ કિ.રૂૂ.28,850 તથા…

પોલીસે રૂા.33850નો મુદ્દામાલ કબજે કર્યો

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 2.885 કિ.ગ્રામ કિ.રૂૂ.28,850 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂૂ. 33850 નાં મુદામાલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલીયા બેલ, લખીમપુર ખીરી ઉત્તરપ્રદેશ વાો ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી સાથે લઇને અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવનાર છે જે મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ વોચ તપાસ રહેતા ગાંજાનો જથ્થો વજન 2.885 કિ.ગ્રામ કિ.રૂૂ.28,850/,તથા મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂૂ.5,000 મળી કુલ કિંમત રૂૂપીયા-33,850/- મુદામાલ સાથે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા (ઉ.વ.29), રહે. હાલ-ભુલભુલીયા બેલ, તા.ફર્દાહન, જી.લખીમપુર ખીરી, ઉત્તરપ્રદેશ, હાલ રહે. વોર્ડ નં.15, રાવણભાટા કલાન, (વિરાન), બાગબહારા, જી.મહાસમુદ, છતીસગઢવાળો મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડિવી.પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *