મોરબીના વવાણિયા ગામે પરિણીતાનો આપઘાત

વવાણીયા ગામે રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના વવાણીયા ગામના…

વવાણીયા ગામે રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

માળિયાના વવાણીયા ગામના રહેવાસી સોનલબેન અરવિંદભાઈ મોરવાડિયા (ઉ.વ.32) નામની પરિણીતા ગત તા. 01 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા માળિયા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે મૃતક સોનલબેનનો લગ્નગાળો 11 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે.

સગીર પુત્રને બાઇક ચલાવવા આપનાર પિતા વિરૂદ્ધ ફરિયાદ
માળિયા ફાટક પાસે 15 વર્ષનો સગીર મોટરસાયકલ લઈને નીકળતા સગીરના પિતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક પાસેથી 15 વર્ષનો સગીર મોટરસાયકલ જીજે 36 ડી 9237 લઈને નીકળ્યો હતો જે સગીર નાની ઉમરનો હોવા છતાં તેને મોટરસાયકલ ચલાવવા આપનાર સગીરના પિતા હરેશભાઈ દેવરાજભાઈ વામજા રહે મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા રેસીડેન્સી જાનકી એપાર્ટમેન્ટ વાળા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસે એમવી એક્ટની કલમ 3,4 અને 180 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *