બોટાદમાં હત્યાની કોશિષ કરી છેલ્લા એક માસથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયો

બોટાદ સીટી પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હા છેલ્લા એક મહિનાથી વોન્ટેડ શખ્સને રાજકોટ શહેર નાસતા કરતા સ્કોડ ઝોન-ર ટીમે ઝડપી લઇ બોટાદ પોલીસને જાણ કરી…

બોટાદ સીટી પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હા છેલ્લા એક મહિનાથી વોન્ટેડ શખ્સને રાજકોટ શહેર નાસતા કરતા સ્કોડ ઝોન-ર ટીમે ઝડપી લઇ બોટાદ પોલીસને જાણ કરી તેને બોટાદ પોલીસ હવાલે કર્યો હતો.
રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા નાસતા કરતા સ્કોડ ઝોન-ર ટીમ પ્રયત્નાશીલ હોય તે દરમ્યાન સંયુકત ખાનગી રાહે મળેલ હકિકત આધારે બોટાદ સીટી પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હામાં છેલ્લા એક માસથી વોન્ટેડ બોટાદની મુસલીમ સોસાયટીમાં રહેતો અને ગેરેજ ચલાવતો મુનાફ અયુબભાઇ માંકડને ઝડપી લઇ બોટાદ પોલીસ હવાલે કરવા તજવીજ શરૂૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-ર જગદીશ બાંગરવાની સુચનાથી ઇન્ચાર્જ પીએસઆઈ આર.એચ.ઝાલા,સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *