મોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રેડ કરી એસઓજી ટીમે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા…

30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રેડ કરી એસઓજી ટીમે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને ગાંજો, મોબાઈલ, રોકડ સહીતનો મુદામાલ કબજે લીધો છે.

મોરબી એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા અને વેચાણ કરતા ઇસમોને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી અકીલ માણેકીયા નામનો ઇસમ બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો પ્રા. લી સિરામિક સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પોતાના કબ્જાવાળી દુકાન નં 110 માં ગેરકાયદે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી એસઓજી ટીમે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં 110 માં રેડ કરી ઝડતી તપાસ કરતા ગાંજો 1 કિલો 267 ગ્રામ કીમત રૂૂ 12,670 નો જથ્થો મળી આવતા ગાંજો તેમજ મોબાઈલ કીમત રૂૂ 15 હજાર, ડીજીટલ વજનકાંટો કિંત રૂૂ 2300 અને રોકડ રૂૂ 2100 સહીતનો મુદામાલ જપ્ત કરી આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદ માણેકીયા રહે વાંકાનેર વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *