પૂછપરછમાં બોલાવેલો ખીજડિયાનો શખ્સ દારૂ ઢીંચી જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચે પહોંચતા લોકઅપમાં પૂર્યો

મેંદરડાના ખીજડીયાનો શખ્સ પીધેલી હાલતમાં ક્રાઈમ બ્રાન્ચે આવતા અટક કરી બી ડિવિઝનની લોકઅપમાં ધકેલી દીધો હતો. મેંદરડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં હત્યાનો ગુનો નોંધાયો હતો.…

મેંદરડાના ખીજડીયાનો શખ્સ પીધેલી હાલતમાં ક્રાઈમ બ્રાન્ચે આવતા અટક કરી બી ડિવિઝનની લોકઅપમાં ધકેલી દીધો હતો. મેંદરડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં હત્યાનો ગુનો નોંધાયો હતો.

જેનો શકમંદ મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે રહેતો 50 વર્ષીય હબીબ નુરમહમદભાઈ સાંધને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. પટેલે બુધવારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પૂછપરછ માટે બોલાવ્યો હતો.જેથી શખ્સ જીજે 11 સીપી 9556 નંબરનું બાઈક પર બુધવારની રાત્રે ક્રાઈમ બ્રાન્ચના કમ્પાઉન્ડમાં આવ્યો હતો.

પરંતુ શખ્સ બાઈક સર્પાકારે ચલાવતો હોય જેથી ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જીતેશ મારુએ રોકાવી બાઈક પરથી ઉતારી મોઢું સુંઘતા હબીબ નુરમહમદ સાંધ નશાની હાલતમાં હોવાનું જણાતા તેની અટક કરી રૂૂપિયા 30,000નું બાઇક કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી લોકઅપમાં મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *