જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ…

કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ સમયસૂચકતા, ધીરજ અને હિંમત દાખવી સ્ટિયરિંગ પર કાબૂ રાખી બસને સુરક્ષિત રીતે નિયંત્રણમાં લઈ લીધી હતી. પરિણામે મોટી દુર્ઘટના ટળી હતી.

આ બનાવ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરના પગમાં ઈજા પહોંચી હતી. ડ્રાઇવર પરેશભાઈ દલાલરી. ઉર્ફે લશ્કરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાના રૂૂમાલથી ઈજાગ્રસ્તના પગ પર પાટો બાંધી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ફરજ પર રહેલા કંડકટર રમેશભાઈ મેવાડાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવા સૂચના આપી હતી.

108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે ત્યાં સુધી પરેશભાઈ લશ્કરીએ ઈજાગ્રસ્તના પગ પર દબાણ રાખી રક્તસ્ત્રાવ રોકવાનો પ્રયાસ કર્યો હતો. એમ્બ્યુલન્સ પહોંચતા જ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવરે માનવતાના ભાવથી ઈજાગ્રસ્તને આર્થિક મદદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ઉના એસ.ટી. ડેપોના ડેપો મેનેજર મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર પરેશભાઈ લશ્કરી ઉર્ફે દલાવરીની સમયસૂચકતા, ફરજનિષ્ઠા અને માનવતાભર્યા સેવાભાવ તેમજ કંડકટર રમેશભાઈ મેવાડાની ત્વરિત કામગીરીને મુસાફરો અને સ્થાનિકોએ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *