હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત

હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી…

હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી રહેતાં હતાં. બે દિવસ પૂર્વે જ રણમલપુર ગામની સીમમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેમાં યુવતીનું હળવદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, હળવદના કવાડિયા ગામે રહેતાં માલદે ભગતભાઈ સલાટ (ઉ.28) નામના યુવાને બે દિવસ પૂર્વે રણમલપુર ગામની સીમમાં સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે હળવદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં માલદે સલાટ ચાર ભાઈ બે બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. માલદે સલાટને રાપરની શોભનાબેન નામની યુવતી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બન્ને પ્રેમિ પંખીડાએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને છેલ્લા 20 દિવસથી બન્ને રૂમ ભાડે રાખી સાથે રહેતાં હતાં. પ્રેમી યુગલે કોઈ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા પીધા બાદ માલદે સલાટે તેના કૌટુંબીક ભાઈ રમેશભાઈને ફોન કરી મારા દિકરાનું ધ્યાન રાખ જે તેવું કહ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો દ્વારા પ્રેમિ યુગલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં શોભનાબેનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *