જામનગર તાલુકાના મુંગણી ગામે કરૂૂણ બનાવ બન્યો છે. જેમાં પ્રેમીકાના વિરહમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
મુંગણીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અશ્વિન માવજીભાઈ પરમાર (ઉ.વ.28) નામના યુવાને ગત તા. 30ના ઘરે એસીડ પી લેતાં સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે મૃતકના ભાઈ હસમુખભાઈએ જાણ કરતાં સિક્કા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. મૃતકના પિતા એ લખાવ્યું હતું કે, મૃતક યુવાન કે જે જામનગરમાં રહેતી એક કોલેજીયન યુવતી સાથે પ્રેમ કરતો હતો, જેની જાણ પ્રેમિકાના પિતાને થઈ જતાં તેણે અશ્વિનને પ્રેમ કરવાની અને પોતાની પુત્રી સાથે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.
પુત્રીએ પણ પોતાની સાથે મિત્રતા તોડી દેવાનું કહ્યું હતું. જેથી તેમને મનમાં લાગી આવતાં આ પગલું ભર્યાનું જાહેર કરાયું છે.
