જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા

રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ…

રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ પોપટપરા જિલ્લા જેલમાં રહેલા પાકા કામના કેદી પ્રકાશ પ્રભુદાસ દેસાણી (ઉ.વ.34)નામના યુવાને ગત તા.21ના સાંજે જેલની બેરેકમાં હતો. ત્યારે અગમ્ય કારણોસર કાચના ટૂકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી જેલના સ્ટાફ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપી બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને પ્રીજનર વોર્ડમાં દાખલ કરી તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ કેદીનુ નિવેદન નોંધવા અને તેણે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *