શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈ

આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું…

આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું 153 યજમાનોના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. પોથીના પૂજન બાદ વાજતે ગાજતે પોથીયાત્રા શરૂ થઈ હતી. જે વિરાણી હાઈસ્કૂલથી નીકળીને યાજ્ઞીક રોડ રેસકોર્સ સર્કલ થઈને કિશાનપરા ચોકથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશી હતી. આ પોથીયાત્રામાં હજારોની સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં.

પોથીયાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પોથીયાત્રામાં હનુમાન વેશમાં રહેલા બાળકોએ આકર્ષણ જગાવ્યું હતું. બે કિલોમીટર લાંબી પોથીયાત્રાને નિહાળવા સમગ્ર રૂટ પર ભારે મેદની એકઠી થઈ હતી. ડી.જે. અને બેન્ડવાજાના તાલ જય શ્રી રામ અને જય હનુમાન તથા જય બજરંગબલીના ગગનભેદી નાદ થયા હતાં. આ પોથીયાત્રામાં અઘોરી નૃત્ય અને સિદ્દીબાદશાહ નૃત્યની ટીમ પણ જોડાઈ હતી. આ પોથીયાત્રામાં કથાના વકતા પૂ.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણા વાળા)એ કાચના રથમાં બેસીને ભકતોને દર્શન આપ્યા હતાં. સાથે જ શહેરના બાલાજી મંદિર સહિતના સ્વામીઓ પણ યજમાનો સાથે પોથીયાત્રામાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *