રેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશે

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3112.28 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ’રંગીલા રાજકોટ’ના નાગરિકો માટે આ બજેટમાં મનોરંજન…

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3112.28 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ’રંગીલા રાજકોટ’ના નાગરિકો માટે આ બજેટમાં મનોરંજન અને પર્યાવરણ ક્ષેત્રે અનેક નવી ભેટો આપવામાં આવી છે. જેમાં રેસકોર્ષ ખાતે આકર્ષક ’ગ્લો ગાર્ડન’નું નિર્માણ કરવામાં આવે છે. શહેરીજનો માટે સૌથી આકર્ષક જાહેરાત ’ગ્લો ગાર્ડન’ની છે.

રાજકોટમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનો ગાર્ડન રેસકોર્ષ ખાતે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ મે-2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, જે બાળકો અને પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજકોટના લાયન સફારી પાર્કના એન્ટ્રન્સ પ્લાઝાને અત્યાધુનિક લુક આપવા માટે લેન્ડસ્કેપિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બજેટમાં વિવિધ થીમ આધારિત ગાર્ડન્સ જેવા કે કેક્ટસ થીમ, બાંબૂ ગ્રાસ થીમ, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડનનો સમાવેશ થાય છે. વેસ્ટ ટુ વન્ડર, બટરફ્લાય લેન્ડસ્કેપ ડિઝાઇન, ફ્લાવર બેડ અને વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિઓ (સ્કલ્પચર) પણ મૂકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *