ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું

દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…

દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ ઈરફાનભાઈ આમદભાઈ ગજણએ સલાયા મરીન પોલીસને કરી છે.

જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા ભાવનાબેન નથુભાઈ ડુવા નામના 35 વર્ષના પરિણીત આહીર મહિલાના રહેણાંક મકાનમાં ગઈકાલે બુધવારે સાંજના સમયે આ જ ગામના અરજન કાના ડુવા, મંજુબેન અરજનભાઈ હરદાસ કાનાભાઈ અને યોગેશ અરજનભાઈ નામના ચાર શખ્સોએ જુના મનદુ:ખનો ખાર રાખીને કુહાડી અને લાકડીઓ વડે ઘરમાં અપપ્રવેશ કર્યો હતો. અહીં આરોપીઓએ ફરિયાદી ભાવનાબેનને બિભત્સ ગાળો કાઢી, માર મારતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં મહિલા સહિત તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *