ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતી પુનાબેન કિશોરભાઈ મોરી નામની 18 વર્ષ વિદ્યાર્થીનીને ભણવા બાબતે મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેણે પોતાના હાથે પંખામાં સાડી…

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતી પુનાબેન કિશોરભાઈ મોરી નામની 18 વર્ષ વિદ્યાર્થીનીને ભણવા બાબતે મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેણે પોતાના હાથે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના કાકા રબારી નાથાભાઈ મોરીએ ભાણવડ પોલીસને જાણ કરી છે.


બીમારીગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામના રહીશ કાંતિલાલ રાયમલભાઈ સલાટ નામના 67 વર્ષના વૃદ્ધ છેલ્લા કેટલાક દિવસથી ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાતા હોય, તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પૌત્ર મનીષભાઈ રમેશભાઈ સલાટએ ભાણવડ પોલીસને કરી છે.


ઓખામાં અંડર ગ્રાઉન્ડ ફીટીંગ માટેના વીજ વાયરની ચોરી
ઓખાના બંદર વિસ્તારમાં સૈયદ પીરની દરગાહ વિસ્તારમાં જમીનની અંદર દાટીને દરિયાના પાણીમાં ઈલેક્ટ્રીક કેબલ રાખવાની કામગીરી ચાલી રહી હતી. જ્યાં 150 સ્ક્વેર એમ.એમ. કોપર એક્સેલ પી.ઈ. સબમરીન કેબલ પ્લાસ્ટિકના કવર વાળો કાળા કલરના કેબલ મારફતે વીજ પુરવઠો બેટ દ્વારકા પહોંચતો કરવા માટે પાથરવામાં આવ્યો હતો. અહીં રૂૂપિયા 45,000 ની કિંમતનો આશરે 30 મીટર જેટલો કેબલ વાયર કોઈ તસ્કરો કાપીને ચોરી જતા આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકના કોન્સ્ટેબલ સુનિલભાઈ વાઘાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે વિધિવત રીતે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.


યુવાન પર સળિયા વડે હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઈસ્માઈલ ઈબ્રાહીમ ગજીયા નામના 45 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનને ભીમ પાડો વિસ્તારમાં રહેતા હનીફ ઉમરભાઈ ભાયા નામના શખ્સ સાથે પ્લોટ બાબતે જુનો વાંધો ચાલ્યો આવતો હોય, જે વચ્ચે ગઈકાલે શુક્રવારે આરોપી હનીફે ફરિયાદી ઈસ્માઈલ ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરી, ગંભીર ઈજાઓ કર્યાની તથા માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *