ટીએમસીમાં બળવો કરનાર સાંસદ યુસુફ પઠાણને ભેટ, વડોદરામાં દબાવેલી કરોડોની જમીન મફત અપાશે

  પશ્ર્ચિમ બંગાળના લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બંગાળમાં ટી.એમ.સી. છોડવાની મોટી ભેટ ગુજરાત સરકારે આપી છે. વડોદરામાં યુસુફ પઠાણે તેના બંગલાની બાજુમાં…

 

પશ્ર્ચિમ બંગાળના લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બંગાળમાં ટી.એમ.સી. છોડવાની મોટી ભેટ ગુજરાત સરકારે આપી છે. વડોદરામાં યુસુફ પઠાણે તેના બંગલાની બાજુમાં દબાવેલા 978 ચોરસ મીટર જમીનના પ્લોટમાંથી 500 મીટર ભેટમાં તથા બાકીની 478 ચો.મીટર જમીન 45 ટકાના રાહતદરે આપવા રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. આમ યુસુફ પઠાણને રૂા.20.53 કરોડના પ્લોટમાંથી 10.52 કરોડનો પ્લોટ મફતમાં અને બાકીના 478 મીટરના પ્લોટમાં રૂા. 4.48 કરોડનું ડિસ્કાઉન્ટ મળશે. મતલબ કે 20.53 કરોડનો પ્લોટ રૂા.5.53 કરોડમાં પઘરાવી દેવામાં આવશે.

વડોદરામાં યુસુફ પઠાણે તેના બંગલાની બાજુમાં દબાવેલા 978 ચો.મી.ના પ્લોટનો વિવાદ વર્ષ 2012થી ચાલી રહ્યો છે. આ પ્લોટ 2012માં પઠાણે સુરક્ષાનું કારણ આપી વડોદરા મહાપાલિકા પાસે 99 વર્ષના ભાડા પેટે માંગ્યો હતો. 2014માં બી.એમ.સી.ની સ્ટેન્ડિંગ કમિટિએ મંજૂરી આપ્યા બાદ સરકારે આ દરખાસ્ત ફગાવી દીધી હતી.

ત્યારબાદ કોર્પોરેશને આક્ષેપ કર્યો હતો કે મંજૂરી ન મળી હોવા છતાં પઠાણે પ્લોટ પર ફેન્સિંગ કરી દીધી છે. જૂન 2024માં પશ્ચિમ બંગાળમાંથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ તરત જ, વડોદરા સત્તાવાળાઓએ પઠાણને કથિત દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, જેને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટમાં આ મામલે લાંબો કાનૂની જંગ ચાલ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનાના અંતમાં પઠાણે હાઈકોર્ટમાંથી પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી.

ત્યારબાદ વી.એમ.સી.એ આ જમીન હરરાજીથી વેંચવા કાઢી અપસેટ પ્રાઇઝ ચો.મી.ના રૂા.2.10 લાખ મુકી હતી જે મુજબ આ પ્લોટની કિંમત રૂા.20.50 કરોડ અંદાજ થઇ હતી. જો કે, ત્યારબાદ દબાણના નામે હરરાજી અટકાવી દેવાઇ હતી.

આ સમગ્ર પ્રકરણમાં રાજકીય સમીકરણો પણ ચર્ચામાં રહ્યા છે. જૂન 2026માં યુસુફ પઠાણ અને અન્ય 19 સાંસદોએ ટીએમસી સાથે બળવો કરીને ’નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI) માં જોડાવવાનો નિર્ણય લીધો હતો. આ રાજકીય ઘટનાક્રમના બે મહિના પછી જ રાજ્ય સરકારનો પ્લોટ ફાળવણી અંગેનો ઠરાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો છે, જેને પગલે હવે વર્ષો જૂના આ જમીન વિવાદનો અંત આવ્યો છે અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *