મહિલા સહિત ટોળકીના પાંચ સભ્યોની પૂછપરછમાં અનેક ચોરીના ભેદ ખુલ્યા
રાજકોટમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ટોળકી ફરી સક્રિય હોય ત્રણ સ્થળે રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવનાર ટોળકી ક્રાઈમ બ્રાંચના સંકજામાં આવી ગઈ છે. બે દિવસ પૂર્વે બનેલા બનાવમાં શહેરના રાજનગર ચોક પાસે આવેલા જય પાર્કમાં રહેતા રાહુલ વેલસિંહ મોહનીયાએ માલવીયાનગર પોલીસમાં અજાણ્યા રીક્ષા ચાલકનું નામ આપી ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રાહુલ ગત.તા.30ના તેઓ તેની બહેન સાથે રાજનગર ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી જવા રીક્ષામાં રોકતા તેમાં અગાઉથી બે પેસેન્જર બેઠા હતા અને રીક્ષા લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે પહોંચતા ચાલકે કહ્યું કે તમે અહીં ઉભા રહો હું આ પેસેન્જરને ઉતારી આવું કહી ભાડું માગેલ નહીં અને તેઓએ ખીસ્સા તપાસતા રૂૂ.28000 હજાર જોવા ન મળતા રીક્ષામાં બેઠેલા અજાણ્યા શખસે સેરવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
રાજનગર નજીક બનેલા આ બનાવમાં આ એક ચોક્કસ રિક્ષા ગેંગની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે ગુનોં નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા મળી હતી. ટોળકીના એક મહિલા સહીત પાંચ શખ્સો ક્રાઈમ બ્રાંચના સંકજામાં આવી ગયા છે. આ ટોળકીએ રાજનગર થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી રાહુલ મોહનીયાને નિશાન બનાવ્યા બાદ કુવાડવા રોડ ઉપર એક ખેડૂતને પણ શિકાર બનાવ્યા હતા.કુલ ત્રણ ભેદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલની નાખ્યા છે.