ઉમરેઠ વિધાનસભા બેઠક પર હવે ખેલાશે ચોપાંખિયો જંગ, કોંગ્રેસ-NCP ગઠબંધન તૂટ્યું

23 એપ્રિલના યોજાશે પેટા ચૂંટણી, 30 માર્ચના જાહેરનામું પ્રસિધ્ધ થશે દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે ગુજરાતમાં…

23 એપ્રિલના યોજાશે પેટા ચૂંટણી, 30 માર્ચના જાહેરનામું પ્રસિધ્ધ થશે

દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે ગુજરાતમાં પણ ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું માંદગી બાદ નિધન થયું હોવાથી આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર ચોપાંખિયો જંગ જામશે. એનસીપી સાથે ગઠબંધનમાં ભંગાણ થતાં આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે.

ઉમેરેઠ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન હતું. જ્યાં એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડતા હતાં. પરંતુ ભાજપના ગોવિંદ પરમારની જીત થઈ હતી. ગોવિંદ પરમારને હાર્ટની બિમારી હોવાથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતાં અને ત્યાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જેથી વિધાનસભા ખંડિત થઈ હતી. હવે આ બેઠક પર પાંચ રાજ્યોની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી યોજાશે.ઉમરેઠ બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન હતુ્ં. પરંતુ હવે આ ગઠબંધન તૂટતાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારને ઉભા રાખવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.30 માર્ચ, 2026 થી તા.06 એપ્રિલ, 2026 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.15 માર્ચ, 2026 થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.30 માર્ચ,2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.23 એપ્રિલ, 2026ના રોજ મતદાન તથા તા.4 મે, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *