દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભકતોનું ઘોડાપૂર ઉમટયું

કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાના તથા કેસર જળથી રંગે રમાડાયા, અબીલ-ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાયું   યાત્રાધામ દ્વારકામાં આવેલ જગ પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરે…

કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાના તથા કેસર જળથી રંગે રમાડાયા, અબીલ-ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાયું

 

યાત્રાધામ દ્વારકામાં આવેલ જગ પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરે હોળી ફુલડોલ ઉત્સવનું અનેરૂૂ મહત્વ હોય છે. લાખો શ્રધ્ધાળું ઉત્સવ ઉજવવા દ્વારકા પહોંચી આવ્યા હતા. આજે ફાગણી પુનમના દિવસે પવિત્ર ગોમતી સ્નાનનું અનેરૂૂ મહત્વ હોય. પૂર્ણીમાના ગોમતી નદીના પાવન કારી જલમાં હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદિમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. દિવસ દરમ્યાન સવારે મંગળા આરતીથી રાત્રીના શયન આરતી સુધી શ્રીજીના દર્શન માટે જગત મંદિરે ભાવિકોનુ ઘોડાપુર જોવા મલ્યું હતું. વારદાર પુજારીએ ઠાકોરજીને વિશેષ શણગાર કરી શ્રધ્ધાળુઓને દર્શન કરાવ્યા હતા.

સાંજે દ્વારકામાં પરંપરાગત રીતે ગોમતી ધાટ પાસે સરકારી હોળીમાં જયોત લઇ જઈ શહેરના અન્ય મુખ્ય ચોકમાં ઉજવાતી હોળીઓમાં આ હોળીની પ્રજવલિત જયોત લઇ જઇ હોલીકા દહન કરાયું હતું.
આજે મંગળવારે બપોરે જગત મંદિરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. હોળાષ્ટકની શરૂૂઆતથી જગતમંદિરે સવારની શુંગાર આરતી અને સાંજની સંધ્યા આરતીમાં પુજારી દ્વારા શ્રીજીને અબિલ ગુલાલથી રમાડાય છે. આજ (ધુળેટી) ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો. સવારથી જ જગતમંદિરે ભાવિકોનું ધોડાપુર ઉમટી પડયું હતું. મંગલા આરતી સવારે 5:00 વાગ્યે થઇ હતી. અનોસર(મંદિર બંધ) બોપરે 1:00 કલાકે થયા હતા. ફુલડોલ ઉત્સવ આરતી બોપરે બે વાગ્યે થયેલ. બે થી ત્રણ એક કલાક સુધી ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો.

ઉત્સવ નિમીતે શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. તેમા નિત્યક્રમની તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ,-ચોખા, તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાયો હતો. ત્યારબાદ ફુલડોલ ઉત્સવ આરતી કરાઇ હતી.

ઉત્સવ આરતી દરમિયાન ફરીથી ઠાકોરજીને હસ્તમાં રંગોની પોટલી ધરાવાઇ હતી. તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાનું કેસરનું પાણી ભરી ઠાકોરજીને રંગે રમાડાયા હતા તથા ઠાકોરજીને ધરાવેલ રંગોની પોટલીમાંથી અને પીચકારીથી ભાવિકોને રંગે રમાડાયા હતા. દ્વારકાધીશજીના જય જયકાર વચ્ચે ભાવિકો અબિલ ગુલાલથી રંગે રમ્યા હતા. સમગ્ર મંદિર પરીસરમાં અબિલ ગુલાલની છોળો ઉડી હતી અને ભાવિકો શ્રીજી સંગ ભાવભેર ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો. હાલ ફુલડોલ ઉત્સવ ઉજવવા ઉમટેલા યાત્રિકો પદયાત્રિકોથી દ્વારકા ધમધમી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *