કરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!

રાજકોટ તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરોડોની સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા…

રાજકોટ તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરોડોની સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા દબાણ-પેશકદમીના અલગ-અલગ કેસોમાં જવાબદારોને રૂા.12,501નો દંડ ફટકારી જમીન ખુલ્લી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

પ્રથમ કિસ્સામાં, ઉમરાળી ગામના રામભાઇ હદાભાઇ ચાવડાએ રે.સ. નં. 222 પૈકીની આશરે 1985 ચો.મી. સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે ખેતી વિષયક હેતુ માટે દબાણ કર્યું હતું. આ મામલે સરકાર તરફે સર્કલ ઓફીસર દ્વારા તપાસ અહેવાલ રજૂ કરાયો હતો. મામલતદાર કોર્ટે સામાવાળાને પૂરતી તક આપવા છતાં તેઓ માલિકી અંગેના કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પરિણામે, કાયદાની કલમ-61 મુજબ, તેમને 2,303 રૂૂપિયાનો દંડ ફટકારી તાત્કાલિક અસરથી દબાણ ખુલ્લું કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમની બજાર કિંમત રૂૂપિયા એક કરોડથી પણ વધુ થવા જાય છે.

બીજા એક મહત્વના કિસ્સામાં, ગઢકા ગામના સર્વે નં. 477 પૈકીની સરકારી જમીનમાં અસલમભાઇ અલારખાભાઇ ઓડીયા અને આરીફભાઇ અલારખાભાઇ ઓડીયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં સામાવાળા દ્વારા આશરે 2.00 એકર જમીન પર વર્ષ 2021 થી દબાણ કરવામાં આવ્યું હતું. કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ, બંને સામાવાળા પાસેથી 5,099 રૂૂપિયા લેખે કુલ 10,198 રૂૂપિયાનો દંડ વસૂલવાનો અને જમીન તાત્કાલિક અસરથી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.તેમની બજાર કિંમત બે થી ત્રણ કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે.

મામલતદાર કે. એચ. મકવાણાએ પોતાના હુકમમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જો સંબંધિત પક્ષકારો નિયત સમયમાં દબાણ ખુલ્લું નહીં કરે, તો જમીન મહેસૂલ કાયદાની કલમ-202 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, આ કેસોમાં જે પણ નિર્ણય આવશે તે તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *