જોડિયામાં બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામે હુમલાની ફરિયાદ નોંધાઈ

જોડીયા ગામના મફતીયાપરા વિસ્તારમાં બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાએ પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનું સ્વરૂૂપ ધારણ કરતાં જોડીયા પોલીસ મથકે બંને પક્ષે સામસામે…

જોડીયા ગામના મફતીયાપરા વિસ્તારમાં બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાએ પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનું સ્વરૂૂપ ધારણ કરતાં જોડીયા પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રથમ બનાવમાં જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ ફાતમાબેન એજાજભાઈ પરમલ વાઘેરે ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિકરા રહીશભાઈ અને દિકરી રઝીયાબેન ફળીયામાં રમતા હતા ત્યારે આરોપી રફીકભાઈ ઇસ્માઇલભાઈ પરમલ, ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ પરમલ, અમીનાબેન રફીકભાઈ પરમલ તથા સાબેરાબેન ઇરફાનભાઈ પરમલે બાળકોને ફળીયામાં ન રમવા બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેમાં ઇરફાનભાઈએ પથ્થર મારી ફરીયાદીના દિકરા રહીશના માથામાં ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓએ ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 125(એ), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. સી.એલ. ચિહલા ચલાવી રહ્યા છે. જ્યારે બીજા બનાવમાં જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યા મુજબ અમીનાબેન રફીકભાઈ પરમલ વાઘેરે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ફળીયામાં બાળકો વચ્ચે ઝઘડો થતાં દિયર એજાજભાઈ અને તેમની પત્ની ફાતમાબેન સાથે બોલાચાલી થઈ હતી. એજાજભાઈએ હાથમાં રહેલી ચાવી સાથે જોડાયેલી કિચન જેવી વસ્તુ વડે જમણા હાથની કોણી પાસે ઇજા પહોંચાડી હતી તેમજ ફાતમાબેને વાળ ખેંચી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 351(3), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *