જામનગરમાં દુકાનમાં ઘુસી મહિલા વેપારીને મારકૂટ, બે શખ્સોનો હંગામો

  જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ…

 

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ કરવા અંગે તેમજ સાથી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા અંગે દિવ્યરાજસિંહ તથા મોસીન નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી મહિલાની દુકાન પાસે ઊભા રહીને બંને આરોપીઓ અપશબ્દો ઉચ્ચારતા હતા, જેથી બંનેને અટકાવવા જતાં બંને આરોપીઓ દુકાનમાં ધસી આવ્યા હતા, અને વેપારી મહિલા સાથે જીભાજોડી કરી હતી. જે દરમિયાન પોતાના પાસે રહેલો લાકડાનો ધોકો કે જેના વડે દુકાનનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન દુકાનમાં કામ કરતાં દર્ષાબેન નામના મહિલા વચ્ચે આવી જતાં તેના ઉપર હુમલો કરી દેવાયો હતો, અને ધાક ધમકી અપાઇ હતી. જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો
જામનગર તાલુકાના મિયાંત્રા ગામમાં રહેતા અને ટ્રેક્ટર નો ધંધો કરતા ઉપરાંત ખેતી કામ કરતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર નામના 38 વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામમાં રહેતા વનરાજસિંહ શૈલેષસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

ફરિયાદી અને આરોપી બંને વચ્ચે ટ્રેક્ટરનો ધંધા ખાર ચાલી રહ્યો હતો, તેના મન દુ:ખના કારણે ગઈકાલે ફરિયાદી યુવાન પોતાનું ટ્રેકટર લઈને સપડા ગામે જતા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને આરોપીએ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. એ.એસ.આઈ. શોભરાજસિંહ જાડેજા આ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *