માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતી તબીબ યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતથી પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. તબીબ યુવતીના મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામા આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા સોમેશ્ર્વર ચોકમા ફલેટમા રહેતી બીએચએમએસ તબીબ જલ્પાબેન પ્રહલાદભાઇ ઘોસીયા નામની ર8 વર્ષની યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવતીના મોત અંગે નાનડીયા ગામે રહેતા પરિવારને જાણ કરતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી અને પરિવાર રાજકોટ આવવા રવાના થયો હતો. પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમા મૃતક જલ્પાબેન ઘોસીયા મુળ માણાવદરના નાનડીયા ગામની વતની હતી અને બે ભાઇઓની એકની એક બહેન હતી. જલ્પાબેન ઘોસીયાના પિતા ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જલ્પાબેન ઘોસીયા રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે સોમેશ્ર્વર ચોકમા આવેલા ફલેટમા ભાડે રહેતી હતી. તેની સહેલીએ તબીબ જલ્પા ઘોસીયાને ફોન કર્યો હતો પરંતુ ફોન રીસીવ નહી થતા સહેલી ઘરે પહોંચી હતી ત્યારે તબીબ જલ્પાબેન ઘોસીયાનો મૃતદેહ લટકતી હાલતમા જોવા મળ્યો હતો. તબીબ યુવતીના આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
