કચ્છના કુંદરપરમાં ત્રણ સંતાનોના પિતાનો આઠ વર્ષની બાળકી સાથે બદકામનો પ્રયાસ

તાલુકાના કુંદનપર ગામની વાડીમાં ત્રણ સંતાનોના પિતા એવા 40 વર્ષીય ઢગાએ આઠ વર્ષની માસુમ બાળકી પર નજર બગાડી હતી અને તેનું અપહરણ કરી લઇ ગયા…

તાલુકાના કુંદનપર ગામની વાડીમાં ત્રણ સંતાનોના પિતા એવા 40 વર્ષીય ઢગાએ આઠ વર્ષની માસુમ બાળકી પર નજર બગાડી હતી અને તેનું અપહરણ કરી લઇ ગયા બાદ તેની સાથે બીભત્સ હરકતો કરી હતી જે બનાવમાં આરોપીને માનકુવા પોલીસે ઝડપી લીધો છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડા(ચ)ના આરોપી શામજી જુસા કોલી વિરુદ્ધ ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ ગુરુવારે બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં આરોપી ફરિયાદીની આઠ વર્ષીય ભત્રીજી અને પાંચ વર્ષીય ભત્રીજાને કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હતો. જે બાદ આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.જેથી બાળકીએ રાડારાડી કરતા આરોપી ભાગી ગયો હતો.


ત્યારબાદ બાળકીને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.સમગ્ર મામલે માનકુવા પીઆઈ ડી.એન.વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી પરિણીત છે જેની હાલ બીજી પત્ની છે.અને તેને ત્રણ સંતાનો પણ છે.આરોપી ભોગ બનનારના પરિવારજનોનું પરિચિત હોવાથી તેની અવરજવર રહેતી હતી.ગુરુવારે બનાવને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો જેને પોલીસે દબોચી લીધો છે.આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કલમ સહીતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *