પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં યુવતીનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત

પ્રેમીએ ગઇકાલે ફોન પર આપણા લગ્ન અંગે પરિવાર નહીં માને તેવા જવાબથી યુવતીને લાગી આવ્યું હતું કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના…

પ્રેમીએ ગઇકાલે ફોન પર આપણા લગ્ન અંગે પરિવાર નહીં માને તેવા જવાબથી યુવતીને લાગી આવ્યું હતું

કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી અને ન્યારી ડેમ નજીક સોલાર કંપનીમાં નોકરી કરતી 30 વર્ષીય યુવતીએ પ્રેમીના લગ્નના એક દિવસ જ પહેલાં જ પોંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

વધુ વિગત પ્રમાણે પલક નિલેશભાઈ ઝાલા કે જે બે બહેનમાં મોટી છે તે જે સોલાર કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં જ હિરેન રાણપરિયા નામનો યુવક તેના સીનિયર તરીકે નોકરી કરતો હતો. આ પછી બન્ને વચ્ચે આંખ મળી જતાં સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. બન્ને વચ્ચે નિયમિત વાતચીત થતી હોવાથી એકબીજા ઉપર ગળાડૂબ વિશ્વાસ પણ બેસી ગયો હતો. પલકે તેના માતાને પણ હિરેન સાથે પ્રેમ હોવાની વાત કહી લગ્ન માટે કહેતા માતાએ પણ પરવાનગી આપી હતી. જો કે હિરેને પલકને અંધારામાં જ રાખી હોય તે પ્રકારે અન્ય સ્થળે લગ્નની વાત ચાલી રહ્યાનું છુપાવ્યું હતું.

હદ તો ત્યાં થઈ ગઈ કે આજે હિરેનના લગ્નનો માંડવો હતો આમ છતાં તેણે પલક સાથે સંબંધ તોડ્યો ન્હોતો. પલકે રવિવારે પણ હિરેન સાથે વાત કરી લગ્ન અંગેનું કહેતાં હિરેને મારો પરિવાર નહીં માને તેવો જવાબ આપતાં જ પલકને લાગી આવ્યું હતું અને તે બપોરે પોતાના માતાને તડકો ખાવા જાવ છું કહીને અગાશી પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ અંદાજે 20 જ મિનિટમાં જમીન પર ધડામ કરતું કંઈક પડયું હોવાનો અવાજ આવતા જ બધા એકઠા થઈ ગયા હતા અને જોયું તો પલકે જ ઝંપલાવ્યું હતું. પલકને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *