ગાંધીનગરમાં ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સાઇકલ યાત્રા યોજાઇ

ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા…

ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા યોજાઈ.

આજે સવારે સાયકલ યાત્રામાં જોડાતા પહેલા સંઘાણી ગત રાત્રે સુરતનો પ્રવાસ પૂર્ણ કરી રાત્રે 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચેલ. નિયમિત પ્રવૃત્તિના ભાગરૂૂપે તેઓ વહેલી સવારે આ કાર્યક્રમમાં જોડાઈ સૌ યુવાનો માટે પ્રેરણારૂૂપ ઉદાહરણ પુરૂૂ પાડેલ.ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન થી શરૂૂ થયેલી સાયકલ યાત્રા મહાત્મા મંદિર સુધી પહોંચી, બાદમાં દિલીપભાઈ સાંઘાણીના નિવાસ સ્થાને પરત થયેલ. અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થયેલ.
આ તકે દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે, નિયમિત સાયકલિંગ સ્નાયુઓને મજબૂત બનાવે છે, સાયકલિંગ સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ પ્રદાન કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, પોતાના વ્યસ્ત પ્રવાસ વચ્ચે તેઓ દિલ્હી, ગાંધીનગર તેમજ અમરેલી ના પોતાના રોકાણ દરમ્યાન નિયમિત રૂૂપે સાયકલ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *