આદિપુરમાં રસ્તા પર રડતી યુવતીએ લિફટ માંગી વેપારીને ફસાવ્યો, 2.45 લાખની લૂંટ ચલાવી

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિફ્ટ માંગવાના બહાને છેતરપિંડી અને લૂંટનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી યુવતીએ રડતા-રડતા વેપારી પાસે મદદ માંગી કારમાં લિફ્ટ…

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિફ્ટ માંગવાના બહાને છેતરપિંડી અને લૂંટનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી યુવતીએ રડતા-રડતા વેપારી પાસે મદદ માંગી કારમાં લિફ્ટ લીધી અને ત્યારબાદ પોતાના સાગરીત સાથે મળીને છરીની અણીએ સોનાની ચેઈન તથા રોકડ રકમ સહિત કુલ રૂૂ.2.45 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી.

મૂળ હરિયાણાના અને હાલ વરસામેડી ખાતે રહી ગાંધીધામમાં પ્લાયવુડનો વ્યવસાય કરતા શનીગુપ્તા જોગીન્દ્રપાલ ગુપ્તા ગત 19 એપ્રિલના રોજ બપોરે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. રામબાગ રોડ પાસે નર્મદા ભવન નજીક એક મોઢે ચુંદડી બાંધેલી યુવતીએ તેમની કાર રોકાવી હતી. યુવતીએ રડતા-રડતા જણાવ્યું કે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે અને તેની પાસે ભાડાના પૈસા પણ નથી. વેપારીએ દયા ખાઈને તેને જુમાપીર ફાટક સુધી લિફ્ટ આપી હતી.

યુવતીએ રસ્તામાં જ ફોન કરીને પોતાના સાગરીત કિડાણાના કાશમ ચાવડાને બોલાવી લીધો હતો. જુમાપીર ફાટક પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર ઉભી રહેતા જ કાશમ ચાવડા ત્યાં બાઇક પર આવ્યો અને બળજબરીથી કારની પાછળની સીટ પર બેસી ગયો હતો.

તેણે વેપારીના ગળા પર છરી રાખી રૂૂ.2.30 લાખની કિંમતની સોનાના પેન્ડલ સાથેની 38 ગ્રામની ચેઈન અને કારમાં રાખેલલી રૂૂ.15,000 રોકડની લૂંટ ચલાવી હતી. જતા-જતા આરોપીએ ‘હું કાશમ ચાવડા છું, પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. પોલીસ કાર્યવાહી ડરના કારણે વેપારીએ ફરિયાદ કરવામાં મોડું કર્યું હતું, પરંતુ અંતે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બન્ને વિરૂૂધ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ઙજઈં જે.એમ. ડુવા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *