જેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

લોધિકાના મોટી મેંગણી ગામે પાડોશી સાથે ઝઘડો થતાં વૃધ્ધાએ વખ ઘોળ્યું મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુર રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી…

લોધિકાના મોટી મેંગણી ગામે પાડોશી સાથે ઝઘડો થતાં વૃધ્ધાએ વખ ઘોળ્યું

મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુર રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુરમાં પરિવાર સાથે રહેતી ધો.8માં અભ્યાસ કરતી અરૂણાબેન જેશાભાઈ ગોહિલ નામની 17 વર્ષની સગીરા સવારના દસેક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં સગીરા એક ભાઈ પાંચ બહેનમાં નાની છે અને ધો.8માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં લોધિકાના મોટી મેંગણી ગામે રહેતા મંજુલાબેન ઉકાભાઈ મકવાણા (ઉ.60) પોતાના ઘરે હતાં ત્યારે પાડોશી સાથે પાણી ઢોળવા અને ડેલી પાસે કચરો નાખવા અંગે ઝઘડો થયો હતો. જેથી મંજુલાબેન મકવાણાને પાડોશી સાથે થયેલા ઝઘડાથી માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *