મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને મજાક ઉડાવી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ‘એકસ’ ઉપર પારલે-જી બિસ્કીટના વેપરનું મીમ્સ મુકયુ છે જેમાં બાળકની જગ્યાએ રાહુલ ગાંધીનો બાળક જેવો મોડીફાઇ કરેલો ફોટો મુકયો છે જયારે પારલે-જીની જગ્યાએ હારલે-જી લખ્યું છે. આ ઉપરાંત 89મી વખત હાર્યાનો તેમજ ‘બાળક બુધ્ધી’ના સ્લોગન પણ મીમ્સમાં મુકયા છે.
આ સિવાય પણ ભાજપના અન્ય નેતાઓએ પણ મહારાષ્ટ્રના ચુંટણી પરીણામોને લગતા અલગ અલગ મીમ્સ સોશિયલ મિડીયા ઉપર મુકયા છે. જેમાં મોટાભાગના નેતાઓએ રાહુલ ગાંધીને જ નિશાન બનાવ્યા છે.